Samachar Nama
×

एक ऐसा हवाईहड्डा जहां पर प्लेन और ट्रेन दोनो चलती है

क

ન્યૂઝીલેન્ડમાં નોર્થ આઇલેન્ડ પાસે આવેલું ગિસબોર્ન એક એવું વિશિષ્ટ એરપોર્ટ છે જેના રન વેની વચ્ચેથી રેલવે ટ્રેક પસાર થાય છે. આ વિશ્વનું એક માત્ર સ્થળ જયાં વારાફરતી ટ્રેન દોડે છે અને એરોપ્લેન ઉડે છે. સવારે ૬.૩૦ થી રાત્રે ૮.૩૦ સુધી આ સ્થળે ટ્રેન અને પ્લેનનું આવન જાવન ચાલું રહે છે. નેપિઅરથી ગિસબોર્ન તરફ જતો રેલવે ટ્રેક ગિસબોર્ન એરપોર્ટના રન વે પરથી જ પસાર થતો હોવાથી રેલવે અને એરોપ્લેનના ટ્રાફિક નિયમન કરવું પડે છે.

મોટે ભાગે રેલવે પસાર થતી હોય ત્યારે વિમાનના રન વે પરના ઉડાણને અટકાવવામાં આવે છે. પ્લનને રન વે પર લાવવા માટે રેલવેને અટકાવવામાં આવી હોય તેવું જવલ્લે બને છે. કારણ કે રેલવેની સ્પિડને અટકાવી દેવા કરતા પ્લેનને આકાશમાં રાખવું એ વધારે સરળ, સચોટ અને સુગમતાભર્યુ માનવામાં આવે છે.

આ એરપોર્ટ પર ટ્રેન આવતી હોય ત્યારે એરોપ્લનને ઉતરવામાં રાહ જોવી પડે છે. કયારેક ટ્રેનને પસાર થવામાં વધુ સમય લાગે તો એરોપ્લેન આકાશમાં વધુ એક આંટો પણ મારે છે. આ એરપોર્ટ પરથી દરરોજ ૩૦ થી વધુ વિમાનો ઉડે છે અને ૧૫થી પણ વધુ ટ્રેનો પસાર થાય છે. રન વે ના મધ્યભાગમાંથી જ ટ્રેન પસાર થતી હોવાથી ઘણા ગિસબોર્નને દુનિયાનું ડેન્જર્સ એરપોર્ટ પણ ગણાવે છે. જો કે ૧૭૭૭ મીટર લાંબા રન વે પર આજ સુધી અકસ્માત થવાની ઘટના બની નથી.

૨૦૧૧ના વર્ષમાં ન્યૂઝીલેન્ડમાં ૭.૧ ની તિવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે સેન્ટ્રલ ગિસબોર્નમાં ઘણી તબાહી થઇ હતી. જો કે એરપોર્ટ અને તેના રન વે ને આંશિક નુકસાન થયું હતું. આ એરપોર્ટ ઇસ્ટ કોસ્ટ અને નોર્થ કોસ્ટને જોડે છે. ૧૬ ડિસેમ્બર ૨૦૦૪થી ગિસબોર્ન ડિસ્ટ્રીકટ કાઉન્સિલ તેનું સંચાલન કરે છે.

Share this story